વિજ્ઞાન વિશ્વ ના તારલાઓ
*વિજ્ઞાન વિશ્વના તારલાઓ!*
( ૬ ઓગસ્ટ ૧૮૮૧)
આજના દિવસે તારીખ ૬ ઓગસ્ટ ૧૮૮૧ ના રોજ *સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ* ની જન્મજયંતી છે.
સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગનો જન્મ તારીખ ૬ ઓગસ્ટ ૧૮૮૧ ના રોજ સ્કોટલેન્ડમાં થયો હતો. તેઓ સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્મેર્કોલોજિસ્ટ હતા.
સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે લંડનની સેન્ટમેરી મેડીકલ સ્કૂલમાં મેડીસીનનો અભ્યાસ કર્યો હતો અને નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ હોસ્પીટલના ઈનોકયુલેશન વિભાગ (કે જે પાછળથી રાઈટ ફ્લેમિંગ ઈનસ્ટીટયુટ તરીકે ઓળખાયો) તેમાં કામ કર્યું હતું. તેઓએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન રોયલ આર્મી મેડિકલ કોટર્સમાં કેપ્ટન તરીકે સેવા આપી હતી.
તેમણે વર્ષ ૧૯૨૮ માં *‘પેનિસિલિન’* ની શોધ કરી હતી. જો કે બીજા વિશ્વયુદ્ધ સુધી તેના એન્ટીબેક્ટેરિયા ગુણધર્મનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
પેનિસિલિનની શોધ આધુનિક ચિકિત્સાનાં સૌથી મહત્વપૂર્ણ વિકાસમાનું એક છે. તેઓને વર્ષ ૧૯૪૫ માં મેડીસીન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
RRG EDUCATION તેઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને તેમના વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન માટે યાદ કરે છે.


Comments
Post a Comment